હળવદના 60 વર્ષના વૃદ્ધ અને માળીયા તાલુકાના 57 વર્ષના મહિલાના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે ગુરુવારે લેવાયેલા તમામ 6 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે શુક્રવારે મોરબીમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં મોરબી સિવિલમાં આવેલા હળવદના 60 વર્ષના વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા છે. જ્યારે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં આવેલા માળીયાના ખીરઇ ગામના 57 વર્ષના મહિલામાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે.