ટંકારા પોલીસે બને વિરુદ્ધ કલમ 188 મુજબ કરી કાર્યવાહી ટંકારા : ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડા અને પોલીસ ટીમ હાલ કોરોનાના કહેર વચ્ચે ચુસ્તપણે ફરજ બજાવી રહી છે ત્યારે ટંકારાના અમુક દુકાનદાર કોઈની પરવા વગર પોતાનુ હિત જોઈ રહ્યા છે અત્યાર સુધી 15 જેટલા વેપારી ઝડપ્યા બાદ આજે સજ્જનપર અને સખપરમાથી એક- એક વેપારી પકડાયો હતો જેમા સજ્જનપરનો મહેશ લખમણ રૈયાણી અને સખપરનો વિવેક હસમુખ કોરીગાંને ટંકારા પોલીસે 188 મુજબ અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.