સાયબર ક્રાઈમ ટીમે અગાઉ ત્રણ આરોપીને પકડ્યા હતા, ગુનાના મૂળ સુધી પહોંચવા હજુ તપાસનો ધમધમાટ ચાલુમોરબી : શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીડી કરતા ગુન્હામાં સંડોવાયેલ વધુ બે આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ ટીમે પકડી પાડ્યા છે.પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ કિશનભાઈ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapgos com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી. આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નું બોનલાઈન ટ્રાન્જેકશન કરેલ. બાદ ફરીયાદીશ પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આ કામના આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદીશ સાથે છેતરપીડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુનો દાખલ થયેલ હતો.ગુન્હામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હોય અને ગુન્હાના મુળ સુધી જઈ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય બારોપીઓને શોધી કાઢવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરતા આરોપી રાકેશભાઇ જયંતીભાઇ ઠાકોર રહે. વડોદરા છાળી જકાતનાકા પરીમલ સોસાયટી તથાચીરાગ ઉર્ફે દેવ સતીષભાઇ કહાર રહે. નાગરવાડા પ્રકાશનગર, વડોદરા વાળાઓને પકડી પાડેલ છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, પો.સ.ઇ. બી.ડી.ભટ્ટ તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે. મોરબીનો સ્ટાફ જોડાયેલ હતો.