ગ્રીનચોક વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધ અને જાંબુડિયાના 39 વર્ષના યુવાનને આઇસોલેશનમાં દાખલ કરી સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા મોરબી : મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસ બાદ લેવાયેલા તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે કાલ બુધવારે લેવાયેલા 8 સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે લોકોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ કોરોના રિપોર્ટ માટે મોકલાયા છે. મોરબીમાં ગુરુવારે વધુ બે લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધ અને જાંબુડિયાના 39 વર્ષના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર ખાતે મોકલ્યા છે. જેમના રિપોર્ટ કાલે આવશે. જ્યારે બુધવારે મોરબી સિવિલમાં લેવાયેલા 5 અને રાજકોટમાં લેવાયેલા 2 તેમજ સુરેન્દ્રનગરમાં લેવાયેલા 1 સહિત મોરબી જિલ્લાના 8 લોકોના રિપોર્ટની રાહની જોવાઇ રહી છે. જે આજે સાંજ સુધીમાં જાહેર થશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/