હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે નર્મદા કેનાલ ઉપર સિંચાઈ માટે પાણી મેળવવા મુકેલી રૂપિયા 10 હજારની કિંમતની બે ઇલેક્ટ્રિક મોટર કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા અનિલભાઈ રમેશભાઈ સરસાવાડીયા રહે.મેરૂપર વાળાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, નોંધનીય છે કે, ગઈકાલે પણ મેરૂપરમાંથી ત્રણ ઇલેક્ટ્રિક મોટરની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઇ હતી.