માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટી બરાર નજીક ગેરકાયદેસર કોલ સેન્ટર પર માળીયા પોલીસની ટીમ ત્રાટકી હતી. આ કેસમાં આરોપીઓ યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા હતા. પોલીસે કોલ સેન્ટર પરથી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતુ સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી મળી કુલ નવ ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો રૂ. 1.76 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઘટનામાં વધુ તપાસ માટે અને અન્ય આરોપીઓ સુધી પહોંચવા આરોપીઓની કસ્ટડી મેળવવા તમામ આરોપીને કોર્ટમાં રજુ કર્યા હતા. અગાઉ આરોપીઓના રિમાન્ડ મંજુર થયા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અને એક આરોપીને જેલહવાલે કરાયો છે.