મોરબી જિલ્લા કોરોના કેસનો આંકડો થયો 170 મોરબી : મોરબીમાં કોરોનાનું આક્રમણ યથાવત રહ્યું છે. મોરબીમાં આજે રવિવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ સાંજે પાંચ વાગ્યે મોરબી અને વાંકાનેરમાં બીજા બે નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 170 થયો છે. મોરબી અને વાંકાનેરમાં આજે રવિવારે સાંજે પાંચ વાગ્યે કોરોનાના બે નવા કેસ જાહેર થયા હતા. આ નવા જાહેર થયેલા બે કેસની વિગતો મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ શુભ ટાવરની બાજુમાં રહેતા 55 વર્ષના આધેડ અને વાંકાનેરની લુહાર શેરીમાં રહેતા 68 વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 170 થયા છે. જો કે મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને દરરોજ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. તેથી, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્રની સાથે લોકોને વધુ સાવચેત રહેવું જરૂરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/