કેટલાક શખ્સો દુકાનમાં ઘુસી વેપારીને માર મારી ઢસડીને લઈ જઈ રહ્યા છે તેવા સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામેમોરબી : મોરબીમાં ઉઘરાણી મામલે એક વેપારીના અપહરણના બનાવમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરતા ધરપકડનો આંક પાંચ થયો છે. બીજી તરફ કેટલાક શખ્સો દુકાનમાં ઘુસી વેપારીને માર મારી ઢસડીને લઈ જઈ રહ્યા છે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર નજીક એબીસી સિરામિક પાસે એક દુકાનમાં વેપારી અમરતસિંહ સોઢા સુતા હતા. ત્યારે કેટલાક શખ્સોએ ફોર્ચ્યુનર કારમાં આવી તેને દુકાનમાં માર મારી ત્યાંથી ઢસડીને અપહરણ કરી ગયા હતા. જે અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી. જે દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરમપુર નજીક વોચ ગોઠવી હોય જીજે - 03 - એફડી - 7997 નંબરની કાળા કલરની ફોર્ચ્યુનર કાર પસાર થતા કારને આંતરી તપાસ કરતા કારમાંથી અપહૃત અમરતસિંગ ભુરો ઉર્ફે ભુરસિંગ સોઢા રહે.રવીનગર, મયુરનગર પાછળ, સામાકાંઠાવાળાને છોડાવ્યા હતા.આ કેસમાં પોલીસે અપહરણ કરનાર આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઇ સોઢા, ભગીરથ રતિલાલ થોરીયા અને આરોપી પિયુષ હસમુખ લોરીયાની ત્યારે ધરપકડ કરી હતી. ત્યારબાદ હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા અને હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.