બન્ને આરોપીઓ સેન્ટરમાં નોકરી કરતા હતા, બન્નેના જામીન કોર્ટે નામંજૂર કર્યામોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં અનઅધિકૃત રીતે આધારકાર્ડ કાઢી આપવાના કૌભાંડમાં ત્યાં કામ કરતી યુવતી અને યુવકની ધરપકડ બાદમાં કોર્ટમાં રજૂ કરતા તેઓના રિમાન્ડ નામંજુર થયા છે. હાલ બન્નેને જેલહવાલે કરાયા છે.મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમા લોકો પાસેથી 500 રૂપિયાથી લઈ 5000 રૂપિયા વસૂલી અનઅધિકૃત રીતે આધારકાર્ડ કાઢી આપવા પ્રકરણમાં પોસ્ટમસ્તરની ફરિયાદને આધારે પોલીસે સેન્ટર સંચાલક વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની ધરપકડ કરી બન્નેને રિમાન્ડ ઉપર લીધા હતા. આ દરમિયાન ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં કામ કરતી કૃપા અજયભાઇ ખરચરિયા ઉ.19, રહે. ભૂમિ ટાવર, નાની વાવડી અને આરોપી સંજય પ્રભુભાઈ કંઝરિયા, ઉ.19, રહે. મસાલની વાડી, એસપી રોડ મોરબી વાળાની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા બન્નેને એડી. ચીફ જ્યૂડી. મેજી. ખાન સાહેબે જામીન નામંજુર કરી જેલ વોરંટ ભર્યું હતું. જેથી બન્નેને જેલહવાલે કરવામાં આવ્યા છે.