સાથે કામ કરતા બે શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના ઘુટુ નજીક સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનના ગુપ્ત ભાગે બે સાથી કર્મચારીઓએ એરકમ્પ્રેશનની નળી ઘુસાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ નજીક આવેલ એન્ટિક વિટ્રીફાઇડ નામના સીરામીક કારખાનામાં કામ કરતા કાનુ કુશનુભાઈ ગોપ નામના શ્રમિક યુવાનના ગુપ્તભાગે સાથે કામ કરતા આરોપી મનોજ અને મેહુલ રબારીએ એરકમ્પ્રેશનની નળી ઘુસાડી દેતા પેટના ભાગમાં હવા ભરાઈ જતા આંતરડામાં ઇજાઓ પહોંચતા ભોગ બનનારના મોટાભાઈ અજય કુશનુભાઈ ગોપ રહે. ઝારખંડ રાજ્ય વાળાએ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.