સરકારી ખરાબામાં ખેતીનું દબાણ કરનાર શખ્સ ખેડૂતની જમીનમાં ઘુસી દાદાગીરી આચરીમોરબી : મોરબીન ઘુટુ ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરનાર શખ્સે વૃદ્ધ ખેડૂતની જમીન દબાવી દેતા ખેડૂતે દબાણ કરનાર શખ્સને પોતાની જમીનમાં દબાણ નહિ કરવા ટપારતા આરોપીએ પોતાના પિતરાઇ સાથે મળી વૃદ્ધ ખેડૂત ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુટુ ગામે ડાળમા દાદાની જગ્યા પાછળ રહેતા રતિલાલ બેચરભાઈ દંતેસરિયા ઉ.73 નામના વૃદ્ધ ખેડૂતે આરોપી આસિફ અલ્લારખાભાઈ સેવંગીયા અને આરોપી વસીમ સેવંગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી આસિફ રતીલાલભાઈની માલિકીની જમીનની બાજુમાં સરકારી ખરાબામાં ટ્રેક્ટરથી જમીન ખેડતો હોય રતિલાલભાઈની જમીનમાં પણ દબાણ કરતા રતીલાલભાઈએ પોતાની માલિકીની જમીનમાં દબાણ નહિ કરવાનું કહેતા બન્ને આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી લાકડાના ધોકા વડે ડાબા હાથમાં ફ્રેક્ચર કરી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.