દાદાગીરી કરનાર બન્ને શખ્સોએ વગર વાંકે યુવકને છરીના ઘા ઝીકી દેતા ગંભીર ઇજામોરબી : મોરબીના રંગપર રોડ પર મજૂરી કામે જવા માટે મિત્રની રાહ જોઇને ઉભેલા મધ્યપ્રદેશના યુવક પર મધ્યપ્રદેશના જ વતની બે શખ્સોએ વગર વાંકે ઝઘડો કરી છરીના ઘા ઝીકી જીવલેણ ઇજાઓ પહોંચાડી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ એબીસી નામના બંધ કારખાનામાં કામ કરતા ફરિયાદી સુનિલ કનૈયાલાલ બામણિયાએ આરોપી મુકેશ અને રિતેશ રહે.બન્ને મધ્યપ્રદેશ વાળાઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,તેઓ ગઈકાલે બપોરે રંગપર રોડ પર સત્યમ કાંટા પાસે મજૂરી કામે જવા માટે મિત્રની રાહ જોતા હતા ત્યારે બન્ને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને અહીં ઉભું નહિ રહેવાનું કહી ગાળો આપી ધમકી આપી બાદમાં છરી વડે ગળામાં તેમજ છાતીના ભાગે હુમલો કર્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.