એસઓજીની કાર્યવાહી : રૂ.68 હજારના ગાંજા સાથે બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : મોરબી એસઓજી ટીમે માળીયા-હળવદ રોડ નવા ધનાળા પાટીયાથી નવા ધનાળા ગામ તરફના જતા રસ્તા પરથી 6.89 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસઓજીને બાતમી મળેલ કે અરૂણ કાલુસીંગ પટલે તથા જાકેશ કાલુસીંગ પટલે રહે. બન્ને મુળ મહારાષ્ટ્ર હાલ રહે. પ્રતાપગઢ ગામની સીમમાં તા.હળવદવાળાઓ પોતાના કબ્જામાં માદક પદાર્થ ગાંજો રાખી ગાંજાનું વેચાણ કરવાની ફીરાકમાં છે. તેઓ GJ-3FJ 1535 વાળામા ગાંજાનો જથ્થો લઇ બન્ને નીકળનાર છે. જેના આધારે એસઓજીએ વોચ ગોઠવી અરૂણ કાલુસીંગ પટલે ઉવ.૨૪ અને જાકેશ કાલુસીંગ પટલે ઉ.વ. ૨૦ ધંધો ખેતી મજુરી રહે બન્ને હાલ પ્રતપાગઢ ગામની સીમવાળાને રૂ.68 હજારની કિંમતના 6.89 કિલો ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા છે.આ કામગીરીમાં એસઓજી પીઆઇ એન.આર.મકવાણા, પો.સબ.ઇન્સ કે.આર.કેસરીયા, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, કિશોરદાન ગઢવી, પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા, મનસુખભાઇ દેગામડીયા, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા, અંકુરભાઇ ચોયુ તથા અશ્વિનભાઇ રોકાયેલ હતા.