વિડીયો-ફોટોગ્રાફ્સ વાઇરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી કર્યું હતું શોષણ : પૈસાના જોરે દુષ્કર્મ કેસ દબાવવાનો પ્રયાસ નિષ્ફ્ળ હળવદ: હળવદમાં સગીરા ને હવસનો શિકાર બનાવી વિડીયો અને ફોટોગ્રાફ્સ વાઇરલ કરવાની ધમકી આપી સતત એક વર્ષ સુધી શોષણ કરનારા બે નરાધમોને અંતે પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ અભ્યાસ કરતી સગીરાના બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી હળવદના કહેવાતા બાંધકામ ધંધાર્થી દ્વારા બ્લેકમેલ શરૂ કરી વારંવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં આ પાપમાં નરાધમનો મિત્ર પણ ભાગીદાર બન્યો હતો અને હેવાનિયતની હદ વટાવી સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી સોસાયટી વિસ્તારમાં આવેલા એક મકાને લઈ જય બન્ને શખ્સોએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતા આ મામલે હળવદ પોલીસ મથકમાં જયેશ ચંદુભાઇ કણઝરીયા અને મેહુલ સવજીભાઇ હડીયલ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન હળવદ પોલીસ મથકમાં આ ગંભીર બનાવ અંગે ફરિયાદ નોંધાતા પીઆઇ પી.એ. દેકાવાડીયાએ આરોપીઓને ઝડપી લેવા આશ્રય સ્થાનો ઉપર દરોડા પાડી હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા જયેશ ચંદુભાઇ કણઝરીયા અને ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા મેહુલ સવજીભાઇ હડીયલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સગીરાને હવસનો શિકાર બનાવી એક વર્ષ સુધી શોષણ કરનારા આ શખ્સો સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સમાજના લોકો પણ સગીરાનો દેહ અભડાવનારા આ નરાધમો વિરુદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરે તેવું ઈચ્છી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..