ટંકારા : ટંકારાના વિરપર ગામે કાકા સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવવા જતા ભત્રીજા પર બે શખ્સોએ મળીને લાકડી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા જયેશભાઇ મનસુખભાઇ ઉધરેજાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના કાકા સાથે બોલાચાલી કરનાર સુનિલ રાજુભાઇ ઉધરેજાને સમજાવવા જતા તેઓએ રાજુભાઇ ગોવિંદભાઇ ઉધરેજા સાથે મળીને લાકડીથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે ટંકારા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en