ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ફરજ સોંપાઈ મોરબી : વાવાઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના રાહત અને પુનઃવસન કામગીરી માટે મોરબી જિલ્લાના બે મામલતદાર અને ચાર નાયબ મામલતદારને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશ અન્વયે ટંકારા મામલતદાર એન.પી.શુકલાને અમરેલી તથા મોરબી કલેકટર કચેરી -1 મામલતદાર સી.બી.નિનામાને ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર નાયબ મામલતદારને પણ અમરેલી અને ગીર સોમનાથ મુકવામાં આવ્યા છે જેમાં હળવદના ડી.એચ.સોનગ્રા, વાંકાનેર ના.મામલદાર પી.બી.ગઢવી, મોરબી તાલુકા ના.મામલતદાર જી.એસ.જાડેજા, અને ટંકારા ફરજ બજાવતા કે. ડી. બુસાને વાવાઝોડા અસરગ્રસ્ત અમેરલી તથા ભાવનગર જિલ્લામાં ફરજ સોંપાઈ છે.