મોરબી : માળીયા મિયાણા - અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીકથી ગૌસેવકોની મદદથી પોલીસે કતલખાને લઈ જવામાં આવી રહેલ બે બેસ ભરેલી બોલેરો પિકઅપ સાથે કચ્છના શખ્સને ઝડપી લઈ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા પર પ્રતિબંધ અધિનિય અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે અણીયારી ટોલનાકા નજીક આવેલ ધૈર્ય હોટલ પાસેથી પસાર થતી જીજે - 12 - બીએક્સ - 7869 નંબરની બોલેરો પિકઅપ ચેક કરતા બોલેરોના ઠાઠામા બે જીવિત ભેંસ કિંમત રૂપિયા 20 હજાર ક્રૂરતા પૂર્વક બાંધી ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર કતલખાને લઈ જવામાં આવી રહી હોવાનું માલુમ પડતા બોલેરો ચાલક આરોપી તાલબ મિયાભાઈ જત રહે.નખત્રાણા અને આરોપી રમઝાન સફીમામદ જત રહે.નખત્રાણા વાળા વિરુદ્ધ ઉકાભાઈ છેલાભાઈ ગોલતર રહે.સુરવદર તા.હળવદ વાળાની ફરિયાદના આધારે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગેના અધિનિયમ અન્વયે કાર્યવાહી કરી 5 લાખની બોલેરો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.