સીટી બી ડિવિઝન પોલીસે સ્વીફ્ટ કાર સહીત 3,27,550 નો મુદામાલ કબ્જે કર્યો, એકનું નામ ખુલ્યુંમોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી બાતમીને આધારે એન્ટીકવીટી બ્લ્યુ, વાઇટલેસે વોડકા, ગ્રીનલબેલ, બ્લેન્ડર્સ બ્રાન્ડ વિદેશી દારૂ અને ગોડફાધર બીયરના ટીન સાથે સ્વીફટ કારમાં દારૂની ખેપ મારવા નીકળેલા બે શખ્સને ઝડપી લઈ કુલ રૂપિયા 3,27,550 નો મુદામાલ કબ્જે કરી અન્ય એક આરોપીનું નામ ખોલાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બાતમીને આધારે મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી તળાવ પાસેથી જીજે-36-એજે- 4700 નંબરની કારને અટકાવી તલાસી લેતા કારમાં સવાર આરોપી ઉદય જોરૂભાઇ કપરડા રહે.મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે.કળમાદ જી.સુરેન્દ્રનગર અને આરોપી અનિરુદ્ધભાઈ જોરૂભાઇ કપરડા રહે.મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે.કળમાદ જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી એન્ટીકવીટી બ્લ્યુ, વાઇટલેસે વોડકા, ગ્રીનલબેલ, બ્લેન્ડર્સ બ્રાન્ડ વિદેશી દારૂની 52 બોટલ અને ગોડફાધર બીયરના 48 ટીન મળી આવતા 27,550ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ 3 લાખની કિંમતની કાર કબ્જે કરી હતી. આરોપીઓની પૂછતાછમાં વિદેશી દારૂના આ ધંધામાં રણુભાઈ લગધીરભાઈ કપરડાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને આરોપીઓને અટકાયતમાં લઈ ત્રીજા આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ રામજીભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ, રાજેશભાઈ નરસંગભાઇ, વિજયભાઈ મુળુભાઈ, કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ જેસંગભાઈ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, પ્રદીપસિંહ બહાદુરસિંહ અને કમલેશકુમાર ગોવિંદભાઇ સહિતના સ્ટાફે કરી હતી.