હળવદ : હળવદ - મોરબી હાઇવે ઉપર ચરાડવા નજીક બે બાઈક સામસામે અથડાતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ લાઈનમાં રહેતા ચિરાગ નવનીતભાઇ નિમાવત બાઈક લઈને જતા હતા ત્યારે ચરાડવા સરકારી દવાખાના નજીક સામેથી રોંગ સાઈડમાં ધસી આવેલા ત્રિભોવનભાઇ રણછોડભાઇ દલવાડી, રહે.ચરાડવા વાળાએ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ફરિયાદી ચિરાગભાઈને તેમજ અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.