મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટિયા પાસે જીજે - 03 - બીવાય - 5621 નંબરના ડમ્પર ચાલકે જીજે - 36 - યુ - 2364 નંબરની રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા ચાલક અબ્દુલ હુસેનભાઈ કટિયા ઉ.46 રહે.કુલીનગર મોરબી વાળાને ઝડબાના ભાગે ફ્રેક્ચર તેમજ માથામાં હેમરેજ થવાની સાથે રીક્ષામા બેઠેલા મુસાફરને ઇજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.