મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ચોકડી નજીક ગત તા.28ના રોજ બાઈક લઈને જઈ રહેલા રૂષિકભાઇ હરેશભાઇ બાવળીયા અને પાર્થ દિલીપભાઇ નામના યુવાનને જીજે-12-બીઝેડ-9600 નંબરના કન્ટેનર ટ્રક ચાલક હડફેટે લેતા આ અકસ્માતમાં પાર્થ દિલીપભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા પગ કાપવો પડ્યો હતો અને ઋષિકભાઈને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક કન્ટેનર ચાલક નાસી જતા બનાવ અંગે ઋષિકભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી છે.