મોરબી : મોરબીના ભડીયાદ ગામે ગ્રામપંચાયત નજીક GJ-36-T-3063 નંબરના ટેમ્પો ચાલકે બેદરકારીથી ટેમ્પો ચલાવી GJ-36-Q-8188 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક જયેશભાઈ કાનજીભાઈ ટુંડીયા અને અનીલભાઇ ખેંગારભાઇ વાધેલાને ઈજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.