ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારાથી સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - યુ - 1507માં બેસી ધ્રુવનગર ગામે રહેતા ફરિયાદી લખમણભાઈ ઉર્ફે લખો નાઝાભાઈ રાણા ઉ.35 અને તેમના ભાઈ રમેશભાઈ પોલાભાઈ રાણા ધ્રુવનગર તરફ જતા હતા ત્યારે આરોપી રીક્ષા ચાલક દીનેશભાઈ ઝાપડાએ ગફલતભરી રીતે રીક્ષા ચલાવી રીક્ષા પલ્ટી મરાવી દેતા બન્ને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.