ટંકારા : ટંકારા - લતીપર રોડ પર સરાયા નજીક કેયડી પોલીફેબ કારખાના પાસે ગતરાત્રીના સમયે જીજે - 18 - ઝેડ - 8658 નંબરની એસટી બસના ચાલકે જીજે - 36 - બીએ - 3044 નંબરના બાઇકને હડફેટે લઈ ઠોકર મારતા બાઈક ચાલક સચિન રમેશભાઈ દુબરીયા ઉ.21 રહે.શક્તિનગર, વિરવાવ અને બાઈક પાછળ બેઠેલા દર્શન ધરમશીભાઈ નિમાવત રહે.ઓટાળા વાળાને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.