વાંકાનેર : વાંકાનેર - જડેશ્વર રોડ પર ગત તા.14ના રોજ સાંજના સમયે જીજે - 21 - એએચ - 3421 નંબરના કાર ચાલકે જીજે - 03 - એફએ - 3888 નંબરનું બાઈક લઈને જઈ રહેલા દુર્ગેશભાઈ લખનલાલ વિશ્વકર્માના ટ્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા આ અકસ્માતમાં દુર્ગેશભાઈ, તેમના ભત્રીજા આયરવ ઉર્ફે બસંત ઉ.03ના મોત નિપજ્યા હતા જ્યારે બાઇકમાં સવાર આકાશ વિશ્વકર્માંને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે હાલમાં વાંકાનેર સીટી સ્ટેશન રોડ ખાતે આવેલ ખીજડિયા એગ્રી કલચર કારખાનામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલ લખનલાલ વિશ્વકર્માએ કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.