વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. સાંજના 6 થી 8 દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ રહ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.જો કે સરકારી ચોપડે જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં આજે વરસાદ નોંધાયો નથી.