વાતાવરણમાં ઓચિંતો પલટો આવીને એકાએક ધોધમાર વરસાદ પવન સાથે તૂટી પડ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે મોટાભાગના વિસ્તારોમાં સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેને પગલે રોડ-રસ્તા ઉપર ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.સાંજે 6 વાગ્યાથી જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વાંકાનેર અને ટંકારામાં મોડેથી વરસાદ શરૂ થયો હતો. સાંજે 6થી 7:30 વાગ્યા સુધીમાં દોઢ કલાકના અરસામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેમાં મોરબીમાં બે ઈંચ, જ્યારે મોરબીના સામાકાંઠે દોઢ ઈંચ, માળિયામાં દોઢ ઇંચ, હળવદ - ટંકારામાં એક ઇંચ વરસાદ અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. સાંજે 6 થી 7:30 વાગ્યા સુધીનો વરસાદમોરબી : 47 mm (મહાપાલિકા - મોરબી-1)મોરબી : 39 mm (મામલતદાર કચેરી - મોરબી -2)માળીયા : 39 mmહળવદ : 29 mmટંકારા : 26 mmવાંકાનેર : 16 mm