ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા ટંકારા : ટંકારા પંથકમાં આજે સાંજે 6 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું. ટંકારા મામલતદાર કચેરીના આંકડા મુજબ, સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં એટલે કે 4 કલાકના સમયગાળામાં 51 મીમી એટલે કે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.