મોરબી : અમદાવાદ ખાતે સ્ટર્ડ ગ્લોરી હોર્સ શો તા.3 અને 4 જાન્યુઆરીએ યોજાયો હતો. જેમાં ટંકારાના નેકનામ ગામના બે અશ્વોએ શાનદાર પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નેકનામ ગામની નીલમ ઘોડીએ મટકી ફોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જેના અશ્વાર જયરાજસિંહ હતા. જ્યારે નેકનામ ગામની બીજી ઘોડી રાજલક્ષ્મીએ મટકી ફોડમાં તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું. આ ઉપરાંત રાજ લક્ષ્મીએ ગરોલેવો સ્પર્ધામાં લન તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેના અશ્વાર ત્રિપાલસિંહ હતા. આમ આ બન્ને અશ્વોના શાનદાર પ્રદર્શન બદલ ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.