વાંકાનેર : વાકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક રસ્તો ઓળંગી રહેલ વનિતા બકાભાઈ સિંધવ ઉ.12 અને નયના બાબુભાઇ ચૌહાણ ઉ.8 નામની બાળકી રસ્તો ઓળંગી રહી હતી ત્યારે જીજે - 03 - ઇજી - 0419 નંબરના બાઈક ચાલકે બન્ને બાળકીઓને હડફેટે લઈ ફંગોળી દેતા બન્નેને ઇજા પહોંચતા ભુરીબેન બકાભાઈ ચૌહાણ રહે.નર્સરી ચોકડી વાળાઓએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.