ગામ લોકોએ રેસક્યુ કરી ગાયને બચાવી લીધી જયારે મૃતક ખુટીયાને પણ ક્રેનની મદદથી બહાર કઢાયો હળવદ : આજરોજ બપોરના હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલ ગ્રામ પંચાયતના અવાવરૂ કુવામાં બે ગૌવંશ ખાબકતા એકનું મોત નિપજયું હતું જયારે એકને ગામ લોકોએ રેસકયુ કરી બચાવી લેવાયો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના ૧ર વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલ ગ્રામ પંચાયતના અવાવરૂ કુવામાં એક ગાય અને એક ખુટીયો પડી જતા ગામ લોકોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી ક્રેનની મદદ લઈ બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ તે પહેલા જ કુવામાં પાણી હોવાથી ખુટીયાનું મોત નિપજયું હતું. જયારે ગાયને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ સમગ્ર રેસ્કયુ ઓપરેશનમાં કડીયાણા ગામના કરશનભાઈ ભરવાડ, વિશાલ ત્રિવેદી, જગભાઈ ભરવાડ, હરજીભાઈ દુદાભાઈ સહિતનાઓની ભારે મહેનત બાદ મૃતક અને બચાવી લેવાયેલ ગૌવંશને બહાર કાઢવામાં આવ્યો હતો.