બીજા સ્પેરવેલમા કામ શરૂ કરવા માટે લેવલ ડાઉન કરવા વધુ પ્રમાણમાં પાણી ખાલી કરાશેમોરબી : મચ્છુ-2 ડેમમાં હાલ દરવાજા બદલવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જરૂરિયાત જણાતા હવે ફરી બુધવારના રોજ ડેમના બે દરવાજા ખોલીને ફરી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે.મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમના રીપેરિંગની તથા ગેટ બદલવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ દરમિયાન બીજા સ્પેરવેલમા કામ શરૂ કરવા માટે લેવલ ડાઉન કરવા તા. 23ના રોજ બપોરે 4 વાગ્યે 2 દરવાજા 2 ફુટ ખોલી 1456 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે. હાલ ડેમમાં 403 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમના દરવાજા ખોલવાના હોવાથી મોરબી તાલુકાના (૧) જોધપર, (૨) લીલાપર, (૩) ભડીયાદ, (૪) ટીંબડી, (૫) ધરમપુર, (૬) રવાપર, (૭) અમરેલી, (૮) વનાળિયા, (૯) ગોર ખીજડીયા, (૧૦) માનસર, (૧૧) નવા સાદુળકા, (૧૨) જુના સાદુળકા, (૧૩) રવાપર (૧૪) ગુંગણ, (૧૫) નારણકા, (૧૬) બહાદુરગઢ, (૧૭) નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા (૨૦) અમરનગર તેમજ માળીયા તાલુકાના (૧) વીરવદરકા, (૨) દેશળા, (૩) નવાગામ, (૪) મેધપર, (૫) હરીપર, (૬) મહેન્દ્રગઢ , (૭) ફત્તેપર (૮) સોનગઢ,(૯) માળિયા (મી.) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.