મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેને પગલે ડેમના 2 દરવાજા 2 ફૂટથી વધારી 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના હેઠવાસના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં છેલ્લા 5 દિવસોથી વરસાદી વાતાવરણ હતું. આ ઉપરાંત ઉપરવાસમાં પણ સારો વરસાદ પડ્યો હોય મચ્છુ-2 ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. અગાઉ ડેમનો એક દરવાજો એક ફૂટ ખુલ્લો હતો. ત્યારબાદ બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. હાલ પાણીની આવક 5178 ક્યુસેક થઇ છે. જેથી બે દરવાજાબે બે ફૂટથી વધારી 4 ફૂટે ખોલી નાખવામાં આવ્યા છે. આ સાથે જ મોરબી તાલુકના (૧)જોધપર, (૨)લીલાપર, (૩)ભડીયાદ, (૪)ટીંબડી, (૫)ધરમપુર, (૬)રવાપર, (૭)અમરેલી, (૮)વનાળિયા, (૯)ગોર ખીજડીયા, (૧૦)માનસર, (૧૧)નવા સાદુળકા, (૧૨)જુના સાદુળકા, (૧૩) રવાપર નદી, (૧૪)ગુંગણ (૧૫)ના રણકા. (૧૬)બહાદુરગઢ, (૧૭) નવા નાગડાવાસ, (૧૮) જેના નાગડાવાસ, (૧૯)સોખડા, (૨૦)અમરનગર તેમજ માળીયા તાલુકાના (૧)વીરવદરકા, (૨)દેરાળા, (૩)નવાગામ, (૪)મેધપર (૫)હરીપર, (૬)મહેન્દ્રગઢ, (૭) ફતેપર, (૮)સોનગઢ,(૯)માળિયા (મી).ને સાવચેત કરવામાં આવ્યા છે.