ટંકારા : ટંકારા પોલીસે ટંકારા શહેર અને સજનપર ઘુનડા ગામે જુગાર અંગેના અલગ અલગ બે દરોડામાં 9 જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 15,980 કબ્જે કર્યા હતા. જુગારના પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે સજનપર ઘુનડા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા સુખાભાઇ કાનાભાઇ સાબરીયા, વાલજીભાઇ મેરૂભાઇ અઘારા, જીતેન્દ્રભાઇ મનજીભાઇ ભેસદડીયા, લખમણભાઇ ધનજીભાઇ સુરેલા, રૂષીરાજસિંહ અશોકસિંહ જાડેજા અને મગનભાઇ મુળજીભાઇ ચાવડાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબ્જે કર્યા હતા. જ્યારે જુગારના બીજા દરોડામાં પોલીસે ટંકારા શહેરમાં દ્વારકાધીશ જીન પાસે સો વારીયા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી રમેશભાઈ લાખાભાઈ કુંઢીયા, ચમનભાઈ અમરશીભાઈ કુંઢીયા અને કરણાભાઈ અમરશીભાઈ કુંઢીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4180 ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.