એ ડિવિઝન પોલીસે બન્ને દરોડામાં રોકડા રૂપિયા 1,18,000 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી મોરબી : મોરબી શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે તેવામાં સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે શહેરના દલવાડી સર્કલ નજીક આવેલ મચ્છો નગર તેમજ શનાળા નજીક આવેલ લાયન્સનગરમાં બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમી રહેલા અગિયાર આરોપીઓને રોકડા રૂપિયા 1,18,000 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે ગઈકાલે દલવાડી સર્કલ નજીક મચ્છોનગર હનુમાનજી મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બાલુભાઇ રેવાભાઇ ખીટ, ચકુભાઇ ઉર્ફે ખોડાભાઇ થોભણભાઇ પરસાડિયા, છનાભાઇ ખોડાભાઇ રાતડિયા, રાજુભાઇ બાબુભાઇ ચાવડિયા, વિપુલભાઇ બેચરભાઇ લામકા અને આરોપી રાજુભાઇ અરજણભાઇ રાઠોડ રહે. તમામ મચ્છોનગર મોરબી વાળાઓને રોકડા રૂપિયા 84,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જયારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ નજીક આવેલ લાયન્સનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા રહે. લાયન્સનગર ચારબાઇના મંદીર પાસે, નિમીષભાઇ હરેશભાઇ માવજીયા, રહે. વાવડી રોડ, ખોડીયાર સોસાયટી, મોરબી, હરેશભાઇ દીપકભાઇ દેલવાણીયા રહે-લાયન્સનગર ચારબાઇ મંદીર પાસે, દીપકભાઇ હનુભાઇ કસકીયા, રહે-લાયન્સનગર અને સુભાષભાઇ દીલીપભાઇ હળવદીયા રહે. લાયન્સનગર વાળાને રોકડા રૂપિયા 33,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.