સજ્જનપરમા વાડીની ઓરડીમાં શરૂ થયું હતું જુગારધામટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર અને ગણેશપરમાં સ્થાનિક તેમજ એલસીબી ટીમે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં સજ્જનપરમા વાડીની ઓરડીમાં જુગારધામમાં જુગાર રમવા આવેલ પાંચ આરોપીઓ પકડાઈ ગયા હતા. જ્યારે ગણેશપરમાં સ્થાનિક પોલીસે ત્રણ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે સજ્જનપર ગામે રાતડીયામાં માર્ગે આવેલ મનીષ જીવરાજભાઈ ગોધાણીની વાડીમાં જુગારનો અખાડો ચાલુ થયો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી મનિષભાઇ જીવરાજભાઇ ગોઘાણી મયુરભાઇ હરજીવનભાઇ છત્રોલા, પિયુષભાઇ મનસુખભાઇ સાણજા, સુમીત પટેલ અને કલ્પેશ પટેલને રોકડા રૂપિયા 1.65 લાખ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.જ્યારે બીજા દરોડામાં ટંકારા સ્થાનિક પોલીસે ગણેશપર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિક્રમભાઈ કુંભાભાઈ છીપરિયા, સાગરભાઈ સુરેશભાઈ છીપરિયા અને આરોપી જસમતભાઈ રઘુભાઈ સાડમિયા નામના ત્રણ આરોપીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 8330 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.