મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે ટિબડીના પાટિયા પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે ટીંબડી પાટીયા પાસે અશ્રવમેઘ હોટલ નજીક દિલીપકુમાર રામેશ્ર્વરદયાલ શર્મા અને દિનેશકુમાર બાબુલાલ શર્માને જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૬,૫૭૫ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.