મોરબી : મોરબી શહેર જિલ્લામાં વરલી મટકાના જુગાર પર પોલીસ સતત કાર્યવાહી કરી રહી હોવા છતાં જુગારીઓ સુધરતા નથી ત્યારે ગઈકાલે ટંકારા અને માળીયા મિયાણા પોલીસે અલગ અલગ બે દરોડામાં બે ઇસમોને વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી પાસેથી આરોપી સંજય દેવજીભાઈ વિઠ્ઠલાપરાને જાહેરમાં વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2030 કબ્જે કર્યા હતા.આરોપી સંજય વરલીના આકડાની કપાત અનિલ સોલંકી રહે.મોરબી વાળા પાસે કરાવતો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે શહેરની મોટી બજાર પાસેથી આરોપી અબ્દુલ હબીબભાઈ જેડા રહે.જેડાવાસ, માળીયા વાળાને રોકડા રૂ.240 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.