મોરબી : મોરબી તાલુકા પોલીસ અને માળીયા મિયાણા પોલીસે બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોરિસો ચોકડી પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા આરોપી સાહિલ ઉર્ફે સોહિલ ઇશાભાઈ પલેજા રહે.ત્રાજપર વાળાને રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લીધો હતો.જ્યારે માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના પાટિયા પાસેથી આરોપી વલીમામદ કરીમભાઈ મોવર રહે.માળીયા મિયાણા વાળાને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂ.200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.