હળવદ : હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા પોલીસને જોઈ ત્રણ જુગારીઓ નાસી ગયા હતા જયારે બે જુગારીઓને પોલીસે રોકડા રૂપિયા 1,31,450 તેમજ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે જુના માલણીયાદ ગામની સીમમાં અરવિંદભાઇ મનજીભાઇની વાડી પાસે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા આરોપી અરવિંદભાઇ મનજીભાઇ પટેલ અને મહેશભાઇ નાગરભાઇ કુડેચા નામના આરોપીઓ રોકડા રૂપિયા 1,31,450 તેમજ 5000ની કિંમતના મોબાઈલ ફોન સાથે પકડાઈ ગયા હતા, જયારે આરોપી દલસુખભાઇ ઉર્ફે ભુરો વિનોદભાઇ પરમાર, ગંભીરભાઇ રાઠોડ અને વિપુલભાઇ કોળીનામના શખ્સો પોલીસને જોઈ નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.