માળીયા : માળીયા મિયાણા તાલુકાના ફતેપર ગામે મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે દરોડો પાડી બે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી બે આરોપીઓને ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામાં માળીયા તાલુકાના ફતેપર ગામની સીમમાં સુલતાનશાપીરની દરગાહ પાછળ મચ્છુ નદીના કાંઠેથી એલસીબી પોલીસે આરોપી સાઉદીન અકબરભાઈ જામ રહે.કોબાવાંઢ, માળીયા વાળાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ગરમ, ઠંડો આથો તેમજ દેશી દારૂ સહિત 3200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં એલસીબી પોલીસે સુલતાનશાપીરની દરગાહ પાછળ મચ્છુ નદીના કાંઠે દરોડો પાડી આરોપી યાસીન કાસમભાઈ મોવર રહે.માળીયા મામલતદાર કચેરી પાછળ વાળાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા પકડી પાડી ઠંડો આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત 3200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.