વાવડી રોડ ઉપર અને આરટીઓ કચેરી પાસે પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર તેમજ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આરટીઓ કચેરી નજીકથી પોલીસે બે અલગ અલગ દરોડામા બે આરોપીઓને વિદેશી દારૂની 8 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામની હદમાં આરટીઓ કચેરી પાસેથી આરોપી નિશાંત ઉર્ફે નિખિલ અરવિંદભાઈ ચૌહાણ ઉ.25 રહે.પ્રેમજીનગર નામના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 3365 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નાની વાવડી રોડ ઉપર આવેલ શક્તિ એલ્યુમિનિયમ નામની ઓફિસમાં દરોડો પાડી આરોપી અલ્પેશ અમરશીભાઈ મેંદપરા ઉ.32 રહે.નાની વાવડી, શિવવિલા સોસાયટી વાળાને રૂપિયા 1500ની કિંમતની વિદેશી દારૂની 3 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.