માધાપર વિસ્તારમાં બુટલેગર ગાયબ, 12 બોટલ દારૂ કબ્જેમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર અને કાલિકા પ્લોટ વિસ્તારમાં બાતમીને આધારે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં 12 બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. જો કે, એક દરોડામાં આરોપી ફરાર થઇ ગયો હતો, જ્યારે બીજા દરોડામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.મોરબીના માધાપર શેરી નંબર 22મા રહેતા આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલાએ પોતાના ઘેર વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી રૂપિયા 2400ની કિંમતની વિદેશી દારૂની આઠ બોટલ મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે કાલિકા પ્લોટમાં બાવા અહેમદશા મસ્જીદ વાળી શેરીમાં દરોડો પાડી આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.