મોરબી : મોરબી નગરપાલિકાના બે કર્મચારીઓ વય મર્યાદાના કારણે નિવૃત થતા એમના વિભાગો દ્વારા એમનો ભાવભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકાના કેશીયર જીતેન્દ્ર સંઘવી તથા હીસાબી શાખાના ક્લાર્ક દિવ્યકાંત આશર વય મર્યાદાના કારણે તારીખ 30/6/2019ના રોજ નિવૃત્ત થયા હતા. મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા તથા ચીફ ઑફિસર સાગરભાઈ રાડીયાના અધ્યક્ષ સ્થાને આ બન્ને કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રમુખ તથા ચિફ ઑફિસરે બન્ને કર્મચારીને પાલિકામાં રહીને લોકોની સતત સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ હવે પછીના નિવૃતિકાળમાં સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne