બંને સ્થળોએ એક જ શખ્સ દ્વારા ચલાવતી હતી ભઠ્ઠી મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા આમરણ-બેલા ગામ પાસેથી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં પોલીસે આથો, તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો તથા બેરલ કબ્જે કર્યા હતા. તેમજ બંને સ્થળોએ ભઠ્ઠી ચલાવતા એક શખ્સની અટકાયત કરી હતી. ગત તા. 26ના રોજ તાલુકા પોલીસ દ્વારા રેઇડ દરમિયાન આમરણ-બેલા ગામ પાસે કમઠ નદીના વોંકળાના કાંઠા નજીકથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાનો ઠંડો તથા ગરમ આથો લી. ૧૪૦૦, કિ.રૂ. ૨૮૦૦/- તથા વેંચાણ કરવાના ઇરાદે રાખેલ તૈયાર દેશી દારૂ લી. ૧૦૦, કિ.રૂ. ૨૦૦૦/- તેમજ ભઠ્ઠીના સાધનો તથા લોખંડ અને પ્લા.ના બેરલ નંગ-૭, કિ.રુ. ૪૦૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૫૨૦૦/-નો કબ્જે કરવામાં આવ્યો હતો. આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો આરોપી હૈદરભાઇ હબીબભાઇ જામ (રહે-મુળ બેલા અમારણ, તા-જી-મોરબી, હાલે રહે-વેજીટેબલ રોડ, ભીમસર, મોરબી) રેઇડ દરમ્યાન નાસી ગયો હતો. બાદમાં ગઈકાલે તા. 27ના રોજ તાલુકા પોલીસ દ્વારા રેઇડ દરમિયાન ચાવડા વાળા કાંઠા નજીકથી વધુ એક દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાનો ઠંડો તથા ગરમ આથો લી. ૨૪૦૦, કિ.રૂ. ૪૮૦૦/- તથા વેંચાણ કરવાના ઇરાદે રાખેલ તૈયાર દેશી દારૂ લી. ૮૦, કિ.રૂ. ૧૬૦૦/- ભઠ્ઠીના સાધનો તેમજ લોખંડ તથા પ્લા.ના બેરલ નંગ-૧૨, કિ.રુ.૬૫૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ.૭૦૫૦/-નો કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ બંને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો આરોપી હૈદરને પકડી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 27ના રોજ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટક કરી હતી.