મોરબી : મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમે દેશી દારૂ બનાવવાની બે ચાલુ ભઠ્ઠી ઉપર દરોડા પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જો કે, શોભેશ્વર રોડ ઉપર એલસીબીના દરોડામાં દેશી દારૂનો ધંધાર્થી નાસી ગયો હતો. પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વરથી લીલાપર જવાના રસ્તે મચ્છુ નદીના પુલ નીચે દરોડો પાડી આરોપી વિપુલ મગનભાઈ દેગામાં, નવઘણ જેઠાભાઇ દેગામાં અને આકાશ રમેશભાઈ છાયા રે. લીલાપર વાળાઓને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી, દારૂ ગાળવાના સાધનો, ઠંડો, ગરમ આથો અને દારૂ સહિત કુલ રૂપિયા 4650ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી એલસીબી ટીમે શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરામા કરશનભાઇ લાભુભાઈ કોળીના રહેણાંકમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી, દારૂ ગાળવાના સાધનો, ઠંડો, ગરમ આથો અને દારૂ સહિત કુલ રૂપિયા 4499નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે સીટી બી ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.