સાળીને ડુબતા બચાવવા જતા બનેવી પણ ડૂબ્યા : બન્ને રાજસ્થાનના વતની, રફાળેશ્વર મેળામાં વસ્તુઓ વેચવા આવ્યા હતાવાંકાનેર : વાંકાનેર પાસે આવેલા ઢૂંવા પાછળના વિસ્તારમાં નદીમાં ડૂબી જતાં રાજસ્થાનના સાળી અને બનેવીનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહાશિવરાત્રીએ રફાળેશ્વર મેળામાં વસ્તુઓ વેચવા રાજસ્થાનથી આવેલા લોકો વાંકાનેરના ઢૂંવા પાછળ આવેલા સિમ વિસ્તારમાં મહા નદીમાં ન્હાવા પડ્યા હતા. આ વેળાએ માયાબેન રતનભાઈ વણઝારા ડુબતા હતા. તે દરમિયાન તેમના બનેવી મુરારીભાઈ કલ્યાણ વણઝારા ઉ.વ.24 તેમને બચાવવા જતા તેઓ પણ ડૂબ્યા હતા. આ બન્નેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ મામલે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્નેના મૃતદેહને પીએમમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.