ટીમ્બડી નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બન્નેના મૃત્યુ મોરબી : કચ્છના સામખીયારીથી બાઈક લઈને માટેલ પૂનમ ભરવા આવી રહેલા બે ભક્તોને મોરબીના ટીમ્બડી નજીક અજાણ્યા વાહને હડફેટ લેતા બન્નેના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના સામખીયારી રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરી જીવન નિર્વાહ કરતા ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલ અને તેમના મિત્ર અમરશીભાઇ રણછોડભાઈ કોળી માટેલ ખાતે પૂનમ ભરવા આવી રહ્યા હતા ત્યારે ગત. તા.9 સપ્ટેમ્બરના રોજ ટીમ્બડી પાટિયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે મૃતક ઈશ્વરભાઈના ભાઈ નીતીનભાઇ કરશનભાઇ રાવલ, રહે-સામખીયારી મહેસાણા નગર તા-ભચાઉ જી-કચ્છ ભુજ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.