બે ખ્યાતનામ જવેલર્સનું વેડિંગ માટેનું એક્સક્લુઝીવ લકઝરી કલેક્શન : એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશેપ્રથમ દિવસે રાત્રે 8 થી 11: 30 વાગ્યા સુધી નાઈટ બાઝાર, જેમાં પોલકી જડાઉ અને નેચરલ ડાયમંડનું સૌથી આકર્ષિત કલેક્શન મુકાશે, આ દરમિયાન કલાકો પૂરતી જ આકર્ષક ઓફર્સ પણ હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.17થી બે દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. ઉપરાંત આ દરમિયાન મોરબીમાં સૌપ્રથમવાર નાઈટ બાઝાર પણ યોજાશે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા. 17અને 18 ડિસેમ્બર એમ બે દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાનું એસઆરડી જવેલ્સ અને રાજકોટનું બાલાજી જવેલર્સ ભાગ લેવાના છે. આ જવેલર્સ દ્વારા વેડિંગ સિઝન માટેનું ખાસ કલેક્શન મુકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે.વધુમાં મોરબીમાં સૌપ્રથમ અહીં તા.17ના રાત્રે 8 થી 11:30 દરમિયાન નાઈટ બાઝાર યોજાશે. જેમાં નેચરલ ડાયમંડ અને પોલકી જડાઉનું સૌથી અલગ કલેક્શન મુકાશે. આ કલેક્શન ઉપર આકર્ષક ઓફર્સ પણ હશે. આ એકઝબિશનમાં પ્રીમિયમ જવેલર્સ મોરબીના આંગણે આવી રહ્યા હોય, ઘરઆંગણે જ દેશનું શ્રેષ્ઠ જવેલરી કલેક્શન જોવા મળવાનું છે.ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં ચોથી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.તા.17 અને 18 ડિસેમ્બરસમય : 10:30 થી 7:30સ્થળ : સ્કાય મોલ, મોરબી