16 જિલ્લામાંથી 500 થી વધુ કાર્યકર્તાઓ હાજર રહ્યામોરબી : મોરબીમાં તારીખ 28 અને 29 ડિસેમ્બર એમ બે દિવસ કંડલા બાયપાસ પાસે આવેલી ઓમ શાંતિ સ્કૂલ ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના 16 જિલ્લામાંથી 500 થી વધુ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સંસ્કૃત ભાષા જનભાષા બને, તેનો પ્રસાર પ્રચાર થાય, તેનું રક્ષણ થાય, લોકો સંસ્કૃત ભાષાની વિવિધતા જાણે અને મહત્વ સમજે, સંસ્કૃતના કાર્ય માટે કાર્યકર્તાઓ નિર્માણ થાય તે આ સંમેલનનો હેતું હતો.સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના બે દિવસીય સંમેલનમાં પ્રદર્શનીનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્કૃત વસ્તુ, ચિત્ર, વિજ્ઞાન, હસ્તલેખિત ગ્રંથ, યજ્ઞ પાત્ર, સંગઠન કાર્ય, વંદે સંસ્કૃત ડિજિટલ સ્ટોર, સભાસણ સંદેશ ગૃહે ગૃહે સુભાષિતમ, સંસ્કૃત ગૌરવ પરીક્ષા,પત્રાચાર દ્વારા સંસ્કૃત વગેરેની અદભુત પ્રદર્શનની રાખવામાં આવી હતી. સંસ્કૃત ભારતી દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્ય લોકો ખરીદી શકે તે માટે સાહિત્યના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તારીખ 28 ના રોજ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ સંસ્કૃતમાં સંવાદ, ગીત, ગરબા, નૃત્યનાટીકા, કથ્થક રજુ કરવામાં આવ્યા હતા. યજ્ઞશાળામાં બે દિવસ દરમિયાન સતત યજ્ઞ શરૂ રાખવામાં આવ્યો હતો. આવનાર તમામ મહાનુભાવોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી. વિવિધ 5 સત્રોમાં સંસ્કૃત ભારતીમાંથી ઉપસ્થિત અધિકારીગણે સંસ્કૃતના આ કાર્ય માટે વિવિધ સત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્કૃતના આ સંમેલન માટે પોતાની જગ્યા ફાળવીને તેમજ આર્થિક સહયોગ કરીને ટી. ડી. પટેલે સંરક્ષકની ભૂમિકા ભજવી હતીઆ સંમેલનમાં સંસ્કૃત ભારતી તરફથી માર્ગદર્શક અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. જેમાં સત્યનારાયણ ભટ્ટ (અખિલ ભારતીય મહામંત્રી, સંસ્કૃત ભારતી), ચંદ્રશેખર વજે (અધ્યક્ષ પશ્ચિમ ક્ષેત્ર, સંસ્કૃત ભારતી), પ્રો. સુકાંતકુમાર સેનાપતિ (કુલપતિ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય), પ્રો. ચેતન ત્રિવેદી (કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય), વિઠ્ઠલભાઈ વાગડીયા (ટ્રસ્ટી સંસ્કૃત ભારતી ,સૌરાષ્ટ્ર પ્રાંત), ધનેશ્રીબેન ભટ્ટ (કેનેડા) તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી, સહમંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દામજી ભગત (નકલંકધામ બગથળા), પુરુષોત્તમભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ), કે. બી. ઝવેરી (જિલ્લા કલેકટર મોરબી), જે. જે. રાવલ (ભૂતપૂર્વ ઈસરો વૈજ્ઞાનિક), કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી માળિયા), કુમનભાઈ ખૂંટ (રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ) ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં ટી. ડી. પટેલ (ઓમ શાંતિ), કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય), અરવિંદભાઈ સોરીયા (ગોપી યુનિફોર્મ),પ્રવીણભાઈ રાજાણી (સાર્થક વિદ્યામંદિર), પી. ડી. કાંજીયા (નવયુગ વિદ્યાલય)નો આર્થિક સહયોગ મળ્યો હતો.